Connect Gujarat
ગુજરાત

જાણો ક્યાં રમાશે દેશની 43મી નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ

જાણો ક્યાં રમાશે દેશની 43મી નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ
X

વડોદરાના માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે 21 થી 25 ડિસેમ્બર સુધી જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 29 રાજ્યોમાંથી 56 ટીમોના 840 ખેલાડીઓ ભાગ લેશે ઉપરાંત ભારત કલાપ્રેમી કબડ્ડી ફેડરેશન પદાધિકારીઓ સહિત વિવિધ રાજ્યોના 100 જેટલા ટેકનિકલ અધિકારીઓ પણ આવશે.

વર્ષ 2011માં ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયેશન અને વડોદરા કબડ્ડી એસોસિયેશન દ્વારા 38મી જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપનું સફળતા પૂર્વક આયોજન કર્યા પછી ભારતના કલાપ્રેમી કબડ્ડી ફેડરેશન (AKFI) દ્વારા 5 વર્ષ બાદ ફરી એક વાર 2016ની 43મી જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન સોંપવામાં આવ્યુ છે. જેમાં ગુજરાતના વિવિધ ઉદ્યોગો અને ગુજરાત સરકાર દ્વાર નાણાકીય સહાય કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટમાંથી ભારતની રાષ્ટ્રીય ટીમ પસંદ કરવામાં આવશે. આ પ્રસંગે ટુર્નામેન્ટના આયોજન સચિવ તુષાર અરોથેએ જણાવ્યુ હતુ કે દરેક દિવસે ખેલાડીઓને તેમના પ્રભાવશાળી ખેલ માટે સન્માનવામાં આવશે. આ સાથે ભારતીય વિશ્વ કપ કબડ્ડી ટીમના સંદીપ કરવાલ, કિરણ પરમાર અને અન્ય ખેલાડીઓ ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે પણ ઉદઘાટનમાં હાજર રહેશે.

આ સાથે રાજ્યના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, અર્જુન એવોર્ડ વિજેતાઓ અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ ભારતના યુવા ખેલાડીઓના પ્રોત્સાહન માટે હાજર રહેશે.

AKFIના મહામંત્રી દિનેશ પટેલે જણાવ્યુ હતુ કે પ્રો કબડ્ડી બાદ કબડ્ડીનું મહત્વ વધ્યુ છે અને ભારતીય ટીમ વર્લ્ડ કપ જીત્યા બાદ જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપનું બીજી વાર વડોદરા ખાતે આયોજન કરવુ અમારા માટે સૌભાગ્યની વાત છે અને અમે આ માટે 5 મેદાન તૈયાર કર્યા છે જેમાં દરરોજ સાંજે 20 મેચો રમવામાં આવશે.

Next Story