જાણો શું કહ્યુ પીએમ મોદીએ પંજાબની ચૂંટણી સભામાં ?

New Update
જાણો શું કહ્યુ પીએમ મોદીએ પંજાબની ચૂંટણી સભામાં ?

પંજાબમાં 4 ફેબ્રુઆરીના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીને પગલે દરેક પાર્ટીઓ પ્રચાર-પ્રસારમાં લાગી ગઈ છે, ત્યારે તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધર ખાતે એક સભાને સંબોધી હતી.

મોદીએ પંજાબની ધરતીને વીરો, સંતો, ગુરુઓ તેમજ ત્યાગ અને બલિદાનની ધરતી ગણાવી હતી. તેમજ વિપક્ષ પર ચાબખા મારતા દેશના વિકાસ અને ભ્રષ્ટાચાર ના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.તેમજ પંજાબ સીએમ પ્રકાશ બાદલના નેતૃત્વ હેઠળ વધુ વિકાસ સાધશે એમ પણ ઉમેર્યું હતી.

પીએમ મોદીની આ સભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી.જોકે પંજાબના ભાવિની ખબર 11 માર્ચના રોજ ચૂંટણી પરિણામ દ્વારા જ જાણવા મળશે.