Connect Gujarat
ગુજરાત

જાણો શું ચર્ચા કરી રાજ્યના પર્યાવરણ  મંત્રીએ અંકલેશ્વરના ઉદ્યોગકારો સાથે

જાણો શું ચર્ચા કરી રાજ્યના પર્યાવરણ  મંત્રીએ અંકલેશ્વરના ઉદ્યોગકારો સાથે
X

આજ રોજ રાજ્યના પર્યાવરણ મંત્રી શ્રી શંકર ચૌધરી આજે દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક વસાહતોની મુલાકાતે આવ્યા હતા.

પ્રથમ તેમણે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મુલાકાત લીધી હતી અને વાપીના ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી.ત્યારબાદ તેઓ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આગેવાનો સાથે મુલાકાત કરી કેટલીક મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા પણ કરી હતી.સાથે સાથે ઉદ્યોગોને પડતી કેટલીક મુશ્કેલીઓની રજૂઆતો પણ તેમણે ગંભીરતાપૂર્વક સાંભળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિટિકલ ઝોનમાંથી મુક્તિ મળ્યા બાદ તેઓની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની આ પ્રથમ મુલાકાત હતી,જ્યાં મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનોના ઉત્તર આપતા તેઓએ કહ્યું હતું કે અંકલેશ્વરના ઉદ્યોગો પર્યાવરણની દ્રષ્ટિએ સારું કામ કરી રહ્યા છે, અને હજી વધુ સારું કામ કરે તેવી તાકીદ પણ પર્યાવરણ મંત્રી શંકર ચૌધરીએ કરી હતી.

આ ઉપરાંત અંકલેશ્વર ખાતેની IESC હોસ્પિટલની અપૂરતી સુવિધા વિશે પૂછવામાં આવતા તેઓએ ખૂટતી સિવિધાઓ સત્વરે પુરી કરવાની સૂચના આપવાનું જણાવ્યું હતું

Next Story