જાણો હાંસોટ શાબીર કાનુગાના મર્ડર અંગે શું કહ્યું આરોપી મુફ્તી અબ્દુલ્લાએ

32851

હાંસોટ શાબીર કાનુગા મર્ડરમાં સોપારી આપવા નો આક્ષેપ દારુલ ઉલુમના મુફ્તી અબ્દુલ્લા પર કરવામાં આવ્યો છે, અને પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરી છે,ત્યારે આરોપીએ તમામ આક્ષેપોને નકારી કાઢયા  હતા.

હાંસોટમાં શાબીર કાનુગાની હત્યાના ગુનામાં તેના ભાઈએ પોલીસ ફરિયાદમાં નોંધાવામાં આવ્યુ હતુ કે દારુલ ઉલુમના મુફ્તી અબ્દુલ્લા પર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગેની ફરિયાદો

ઉઠતા ગ્રામજનો સાથે શાબીર કાનુગાએ મળીને મુફ્તીનો વિરોધ  કર્યો હતો.તેથી મુફ્તી અને જમીન વિવાદમાં સલીમરાજે શાબીર કાનુગાની હત્યા માટે સોપારી આપી હોવાનો કેસ દર્જ કરવામાં આવ્યો હતો.

શાબીર કાનુગાની હત્યા કેસમાં પોલીસે મુફ્તી અબ્દુલ્લાની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી,અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની હિરાસતમાં તેઓને રાખવામાં આવ્યા છે.ત્યારે મુફ્તી અબ્દુલાલાએ પોતાના પર લાગેલા આક્ષેપો નકારી કાઢયા હતા.

 

LEAVE A REPLY