જામનગર:જિલ્લા પંચાયતના સદસ્યના પતિ ઉપર જૂની અદાવતે જીવલેણ હુમલો

New Update
જામનગર:જિલ્લા પંચાયતના સદસ્યના પતિ ઉપર જૂની અદાવતે જીવલેણ હુમલો

જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય ભાવનાબેન સુરેલા ના પતિ ભરતભાઇ સુરેલા ઉપર જૂની અદાવતના કારણે જામજોધપુર તાલુકામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો કારમાં પસાર થઈ રહેલા ભરતભાઈ ઉપર હુમલો કરાતા ભરતભાઈ ઘાયલ થયા હતા

જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય ભાવનાબેન ભરતભાઈ સુરેલા ના પતિ ભરતભાઇ તેમના પાટણ ગામ નજીક તેમની કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે છ જેટલા શખ્સોએ તેમની ઉપર જીવલેણ હુમલો કરતાં તેઓની કારમાં પણ નુકસાન પહોંચાડી હતી તેમજ તેમને પણ ઈજા પહોંચાડી હતી તાત્કાલિક ભરતભાઈને જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે હાલ ત્યાં તેઓની તબીબી સારવાર થઈ રહી છે

જામનગર જિલ્લા પંચાયતમાં જામજોધપુર તાલુકાના ગામ થી પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના સદસ્ય ભાવનાબેન ના પતિ ઉપર હુમલો થતાં કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક જામનગરની હોસ્પિટલમાં દોડી ગયા હતા આ તકે કોંગ્રેસના આગેવાનોએ ભાજપના નેતાઓ ઉપર આક્ષેપ લગાડતા જણાવ્યું હતું કે ભાજપના ચૂંટાયેલા ગુંડાઓએ ભરતભાઈ ઉપર હુમલો કર્યો છે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ ના પરિવારજનો જ સલામત ન હોય ત્યારે રાજ્યમાં કાયદો વ્યવસ્થા કેવી છે તેનો ખ્યાલ આવી જાય છે

હાલ આ અંગે પોલીસ તપાસ કર્યા બાદ જ વધુ વિગત આપવાનું જણાવી રહી છે પોલીસ આ સમગ્ર ઘટનાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે ત્યારે પૂરતી તપાસ બાદ જ કંઈ બોલવાનું હતું પણ ભરતભાઈ ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે અને ભરતભાઈ ઉપર હુમલો કરનારા હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે

Latest Stories