જામનગરમાં મેઘરાજાને રીઝવવા ૧૦૦૦ કિલો લાડુનું કરાશે દાન

New Update
જામનગરમાં મેઘરાજાને રીઝવવા ૧૦૦૦ કિલો લાડુનું કરાશે દાન
  • છેલ્લા ૧૩ વર્ષથી મેઘરાજાને મનાવવા લાડુ બનાવવાની પરંપરા

  • લાડુ ગાય તેમજ શ્વાનને ખવડાવશે

જામનગરમાં મેઘરાજાને રીઝવવા એક ટન (૧૦૦૦ કિલો) લાડુનું દાન કરાશે. શહેરના કૃષ્ણનગર યુવા ગૃપ દ્વારા આ લાડુ ગાયો તથા શ્વાનોને ખવડાવવામાં આવશે. જામનગરના કૃષ્ણનગર યુવા ગૃપ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી મેઘરાજાને રીઝવવા માટે લાડુ બનાવવામાં આવે છે અને આ લાડુ ગાય તેમજ શ્વાનને ખવડાવવા માટે જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. જેના ભાગરૃપે આ વર્ષે પણ ગૃપ દ્વારા મેઘરાજાને રીઝવવા માટે લાડુ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આસપાસના વિસ્તારમાં રહેતા બહેનોના શ્રમદાનની મદદથી ૧ ટન લાડુ બનાવવામાં આવ્યા છે. આ ભગીરથ કાર્યમાં ૫૨૦ કિલો ઘઉંનો લોટ, ૨૫૦ કિલો ગોળ અને ભારોભાર તેલ વાપરવામાં આવ્યું છે. જે તૈયાર કરાયેલા લાડુનું જામનગર તેમજ આસપાસના વિસ્તારમાં ગાયો તેમજ શ્વાનને ખવડાવીને મેઘરાજાને રીઝવવા માટેના પ્રયત્ન કરાશે અને વરૃણ દેવતા પાસે સારા વરસાદની આશા સેવાઈ રહી છે.

Latest Stories