જામનગર: ખોડિયાર કોલોની વિસ્તારના એક મકાનમાં ૨ લાખથી વધારે રોકડ અને સોનાના દાગીનાની થઈ ચોરી

New Update
જામનગર: ખોડિયાર કોલોની વિસ્તારના એક મકાનમાં ૨ લાખથી વધારે રોકડ અને સોનાના દાગીનાની થઈ ચોરી

મકાન માલિક બે દિવસ થી બહારગામ હતા ત્યારે રાત્રે ચોરો કળા કરી ગયા

ચોરી કરવા આવેલા ચોરો મોંઘી કાર લઈ ચોરી કરવા આવ્યા હતા

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરી ૨ લાખથી વધારે રકમ સોનાના દાગીના ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને એફ.એલ.સેલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ફરી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ખોડીયાર કોલોનીના ભીડભાડવાળા વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને રહેણાંક મકાનમાં હાથફેરો કરી નાસી છૂટ્યા હતા. પોલીસે સીસીટીવીની મદદ લઇ તપાસ શરૂ કરી છે. રાજેશભાઇ રાણીપા પોતાના પરિવાર સાથે બહાર ગામ પ્રસંગમાં ગયા હતા અને તસ્કરો ત્રાટક્યા હતા.

ઘરનો મેઇન દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખવામાં આવેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડા આઠ હજાર મળી કુલ રકમ બે લાખ પાંચ હજાર ચોરી કરી ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે એફએસએલની મદદથી ચોરી કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે.જામનગરમાં ફોરવીલ વાહન લઈને ચોરી કરવા આવ્યા હોવાનું cctv માં સામે આવ્યું છે.

મહત્વનું છે કે ખોડિયાર કોલોની વિસ્તારમાં ચોરી કરવા આવેલા ચોરો પણ મોંઘીદાટ કાર લઈ ચોરી કરવા માટે આવ્યા હતા. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. જે ચોરો આવ્યા છે તે મોંઘીદાટ મોટર કારમાં બેસીને આવ્યા છે અને અડધા કે પોણા કલાકમાં સમગ્ર ચોરીને અંજામ આપી મકાનની દીવાલ ટપી પાછા એજ કારમાં નાસી છૂટે છે.