Top
Connect Gujarat

જામનગર: જૂના જીમખાનામાં ૨૨ વર્ષીય યુવકનું મર્ડર

જામનગર: જૂના જીમખાનામાં ૨૨ વર્ષીય યુવકનું મર્ડર
X

જામનગરમાં ડેન્ટલ કોલેજના પાછળના ભાગે આવેલા જુના જીમખાનામાં યુવકનું મર્ડર.

જામનગરમાં ડેન્ટલ કોલેજના પાછળના ભાગે જુના જીમખાનામાં મુકેશ પાટડીયા નામના 22 વર્ષના યુવકનું મર્ડર થયું છે. યુવક ડેન્ટલ કોલેજની બહાર પોતાના ભાઈની ચાની દુકાનમાં કામ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

જામનગરમાં ડેન્ટલ કોલેજના પાછળના ભાગે જૂના જીમખાનામાં મુકેશ પાટડિયા નામના યુવાનની રાત્રિના સમયે હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી છે. ત્યારે સિટી બી ડિવિઝનના પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી છે.

કબીરનગરમાં રહેતા મુકેશ પાટડીયાને મોતને ઘાટ ઉતારી હત્યારા ફરાર થઈ ગયા હતા. એલસીબી પીઆઇ પણ જુના જીમખાનાએ પહોંચ્યા હતા અને ડેન્ટલ કોલેજમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જામનગરના કબીરનગરમાં રહેતો મુકેશ પાટડીયા પરિવારમાં સૌથી નાનો છે. તેને ત્રણ ભાઈ અને એક બહેન પરિવારમાં છે. સમગ્ર મામલે આરોપીને પકડવા માટે LCB સહિતની ટીમ સતર્ક થઈ ગઈ છે. પોલીસે શંકાસ્પદ ઇસમોને નજરકેદ કર્યા છે. અને ટૂંક સમયમાં મર્ડર કરનાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. આરોપીઓ હાથ લાગી જાય તેવી શક્યતા હાલ સૂત્રો પાસે થી મળી રહી છે.

Next Story
Share it