જામનગરમાં કોંગ્રેસ દ્વારા આજે બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં ધરણાં યોજી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

0

જામનગરમાં કોંગ્રેસ દ્વારા આજે બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં ધરણાં યોજી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

રાજયમાં બિન સચિવાલય ભરતીની પરીક્ષામાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું છે જેના ભાગરૂપે જામનગરમાં ચકકાજામ કરાયો હતો. જામનગરના ડીકેવી સર્કલ પાસે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસની વિવિધ પાંખના આગેવાનો તથા કાર્યકરોએ ભેગા મળી રાજય સરકારની હાય બોલાવી હતી.  બિન સચિવાલયની પરીક્ષામાં જે કૌભાંડ થયું છે તેમાં સંડોવાયેલાં અધિકારીઓ સામે આકરા પગલાં લેવા અને પરીક્ષા ફરીથી યોજવા માંગ કરવામાં આવી હતી. ધરણા બાદ કોંગી કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કરતાં એક તબકકે ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસે 20થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here