જામનગર: બ્રહ્મ સમાજ દ્વારા વરુણદેવને રીઝવવા માટે કરાયું હવનનું આયોજન

New Update
જામનગર: બ્રહ્મ સમાજ દ્વારા વરુણદેવને રીઝવવા માટે કરાયું  હવનનું આયોજન

જામનગર ગત વર્ષે વરસાદ જરૂરિયાત કરતાં ઘણો ઓછો હતો જ્યારે આ વર્ષે પણ વરસાદ ઘણો મોડો છે. ત્યારે જામનગર માં ઠેર ઠેર પર્જન્ય યજ્ઞ હોમ હવન અને ભંડારા નું આયોજન કરવામાં આવે છે. ત્યારે જામનગર બ્રહ્મ સમાજ દ્વારા વરુણદેવ ને રીઝવવા માટે હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજયમાં અને દેશના અન્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઇ રહી છે. ત્યારે જામનગરમાં જાણે વરૂણદેવ રીસાઇ ગયા તેમ ૧૫ જૂનથી શરૂ થતુ ચોમાસું ૧૫ જુલાઇ નજીક આવવામાં છે. હજુ જિલ્લામાં કયાય નોંધપાત્ર વરસાદ થયો નથી. જિલ્લાના ડેમ-નદી-તળાવ સુકાઇ ગયા છે. માનવી તો ઠીક અબોલ પશુ-પક્ષી પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વરૂણ દેવને રીઝવવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કાશી વિશ્વનાથ મંદિર પર વરૂણદેવને રીઝવવા માટે યોજવામાં આવેલા યજ્ઞમાં શાસ્ત્રોકત વિધિથી હવનકુંડમાં આહુતીઓ આપવામાં આવી હતી. જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલ્લભાઇ વાસુ, શહેર પ્રમુખ આશીષભાઇ જોષી, મહિલા અગ્રણી અને વોર્ડ.નં.5ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, જિલ્લા બ્રહ્મસમાજના સુનીલ ખેતીયા, નયનભાઇ વ્યાસ, જસ્મીનભાઇ ધોળકીયા, ભાસ્કરભાઇ જોષી અને નિલેષભાઇ ત્રિવેદી તેમજ મહિલા પાંખના પ્રિતિબેન શુકલ, નિશાબેન અસ્વાર, મનીષાબેન સુમ્બડ, વૈશાલીબેન જોષી અને વર્ષાબેન રાવલ, નિરૂપમાબેન વાગડીયા સહિતના આગેવાનોએ હાજર રહી સારો વરસાદ આવે તે માટે વરૂણદેવને હોમ-હવન દ્વારા રીજવવા આહુતી આપી હતી.