/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/vlcsnap-2019-06-06-17h04m05s42.png)
મોટી રાફુદળ ગામથી લાલપુરની આ ઘટના અંગે પ્રાંત અધિકારી કે મામલતદારને આવેદનપત્ર આપ્યું
જામનગર જિલ્લાના મોટી રાફુદળ ગામે કોઇ અજાણ્યા અસામાજિક તત્વોએ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને ભગવાનની મૂર્તિ ઉઠાવી જઇ તેમજ સંતની મૂર્તિનું મસ્તક તોડી નાંખી શાંતિ ડહોળવા પ્રયાસ કર્યાની ઘટના બની હતી.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફદુળ ગામે ગઇકાલે ગામમાં આવેલા રાધા કૃષ્ણના મંદિરમાં અસામાજિક તત્વો ત્રાટક્યા હતાં. આ તત્વોએ મંદિરમાં આવેલા ભગવાન શ્રી રાધા કૃષ્ણની મૂર્તિ ઉઠાવી લીધી હતી. તેમજ મંદિરમાં સ્થાપિત સંત બજરંગદાસ બાપાની મૂર્તિનું મસ્તક તોડી નાંખ્યું હતું. આ ઘટનાની જાણ આજે સવારે ગ્રામવાસીઓને થતાં ભારે નારાજગી પ્રસરી ગઇ હતી. આ અંગે જો કે પોલીસને આજે સવારે જાણ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાની વ્યથિત ગ્રામજનો આજે બપોરે મોટી રાફુદળ ગામથી લાલપુર આ ઘટના અંગે પ્રાંત અધિકારી કે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આ ઘટનામાં સંડોવાયેલ અસામાજિક તત્વોની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરશે. આ આવેદનપત્રની નકલ જામનગર એસ.ઓ.જી.ના પીઆઇ વી.વી.વાગડિયાને લાલપુર ખાતે આપી હતી. કોઇ અસામાજિક તત્વોએ શાંતિભર્યા વાતાવરણને ડહોળવા આ હીન કૃત્ય આચર્યું હોવાનું મનાય છે.