જામનગરમાં રાજપૂત મહિલા સંગઠન દ્વારા મહીલા અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું હતું આ અધિવેશન માં રાજ્યભર માંથી રાજપૂત આગેવાનો તેમજ કરણીસેનાના ઉચ્ચ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર રાજપૂત મહિલા સંગઠન દ્વારા શહેર મધ્યે આવેલા ટાઉનહોલમાં મહિલા અધિવેશનને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં ગુજરાતભરમાંથી રાજકોટ અમદાવાદ કચ્છ થી રાજપૂત સમાજના આગેવાનો અને કરણીસેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી ઉપસ્થિત રહી રાજપૂત સમાજની મહિલાઓને સંબોધી હતી.તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ ની હાર જરૂરી હતી. કરણીસેનાની અવગણના ભાજપને ભારે પડી ગઈ. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જામનગરના રાજપૂત સમાજની મહિલા આગેવાન તેમજ પ્રસિદ્ધ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની પત્ની રીવાબા જાડેજા એ કર્યું હતું

LEAVE A REPLY