જામનગર માં ડેન્ગ્યુ એ અજગરી ભરડો લીધો છે ત્યારે છેલ્લા 48 કલાક માં ચાર લોકોના મોત થયાં છે. વહીવટીતંત્ર રોગચાળાને કાબુમાં લેવામાં નિષ્ફળ રહયું છે.

જામનગરમાં ડેન્ગ્યુ બે લગામ બની ચૂક્યો છે હવે પરિસ્થિતી તંત્રના હાથની બહાર જઇ રહી છે દિવસ દરમિયાન 60 થી 70 કેસ ડેન્ગ્યુ ના પોઝિટિવ હોય છે અને તાવ ના 350 થી 400 જેટલા કેસ હોસ્પિટલોમાં આવે છે. ત્યારે છેલ્લા 48 કલાક માં ડેન્ગ્યુથી ચાર યુવાન વ્યક્તિ નો ભોગ લેવાયો છે. લોકોના ઘરમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે રોગચાળો વકરી રહ્યો છે તેમ જણાવી દોષ નો ટોપલો નગરજનો માથે નાખવાનો નિર્લજજ પ્રયાસ વહીવટીતંત્ર કરી રહયું છે.  જામનગરની શેરીએ શેરીએ ડેન્ગ્યુની જીવલેણ બીમારી પ્રસરી ગઈ છે.

શહેરના મોટાભાગ ના વિસ્તારો માં ડેન્ગ્યુ ના દર્દીઓ જોવા મળી રહ્યા છે. છેલ્લા બે માસ થી વકરેલા ડેન્ગ્યુ ના રોગચાળા ને નિયંત્રણ માં લેવામાં આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ ગયું છે તેમાં પણ ડેન્ગ્યુ ને કારણે 10 થી વધુ દર્દીના મોત થઈ ગયા છે જામનગર માં અન્ય જિલ્લાની આરોગ્ય વિભાગ ની ટીમ રોગચાળો નિયંત્રણમાં લેવા આવી પહોંચી છે તેમ છ્તા રોગચાળો કાબૂમાં આવતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here