જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં 1500 થી વધુ મગફળી ગુણીઓ પાણીમાં, ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન

0

જામનગરમાં કમોસમી વરસાદના કારણે હાપા માર્કેટિંગ યાર્ડમાં આવેલા મગફળીના જથ્થાને ભારે નુકશાની થઈ છે યાર્ડમાં મગફળીની 1500 જેટલી ગુણી વરસાદમાં પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકશાની ભોગવવી પડી 

 જામનગરમાં ગઈકાલે સાંજે આવેલા ભારે કમૌસમી વરસાદના કારણે હાપા માર્કેટિંગ યાર્ડમાં આવેલા મગફળીના મોટા જથ્થાને ભારે નુકશાન થયું છે જામનગરમાં ભારે વરસાદના કારણે મોટાભાગની મગફળી પાણીમાં તરતી દેખાઈ હતી યાર્ડમાં મગફળીનો જથ્થો ખુલ્લામાં રાખ્યો હોવાથી અને વ્યવસ્થિત ઢાંકવામાં ના આવતા મગફળીની અંદાજે 1500 જેટલી ગુણી વરસાદના પાણીમાં પલળી ગઈ અને કેટલોક જથ્થો પાણીમાં તરતો નજરે પડ્યો હતો જેના લીધે મગફળીના વેપારી અને ખેડૂતોને ભારે નુકશાની ભોગવવી પડી છે તેમજ જામનગર આજુબાજુના કેટલાક ગામોમાં પણ વરસાદના કારણે ખેતરોમાં મગફળીના પાતરાને નુકશાની થઈ છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here