/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-22.jpg)
હાલ લોકો ચોમાસાને લઈ વરસાદમાં જળાસયો અને ધોધ માં નાહવા જતા હોય છે. ત્યારે જૂનાગઢના વિલિંગ્ડેમે યુવાનો મોતની છલાંગ લગાવતા હોય તેવો વિડિઓ સામે આવ્યો છે.
હાલ આપ જે દ્રષ્યો જોઈ રહ્યા છો આ દ્રષ્યો છે જૂનાગઢ ના વિલિંગ ડેમના. જ્યાં યુવાનો તેમની જિંદગીની પરવાહ વિના મોતની જોખમી છલાંગ લગાવી રહ્યા છે. ત્યારે સવાલ તે પણ પેદા થાય છે કે શું તંત્રને આ વાત ખબર નથી કે પછી કોઈ મોટી દુર્ઘટના બને પછી તંત્ર જાગશે?
આ પેહલા પણ ઘણી વાર આવી મોતની છલાંગ થી દુર્ઘટનાઓ પણ બનવા પામી છે અને ડેમ માં મગરો હોવા છતાં લોકો તેમના જીવ જોખમમાં નાંખીને મોતની છલાંગ લગાવી રહ્યા છે. આવી ઘટનાઓ બનવા પછી પણ તંત્ર બંધ આંખે હોઈ તેવું દેખાય રહ્યું છે અને ડેમ પર cctv કેમેરા પણ લગાવા માં આવ્યા છે. તો પણ કોઈ કાર્યવાહી નહીં તો રહી વાત સલામતીની કે પોલીસનો પણ નથી ડેમ પર કોઈ દેખ રેખ તો શું કોઈ મોટી ઘટના બને પછી તંત્ર જાગસે તેવા સવાલ હાલ ઉઠી રહ્યા છે.
હાલતો મોતની છલાંગનો વિડિઓ હાલ સોશ્યિલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે, શું આ એહવાલ થી કોઈ કાર્યવાહી થશે કે પછી આવીજ રીતે લોકો મોતની છલાંગ લગાવતા રહેશે તે હવે જોવાનું રહ્યું.