જેતપુરમાં કોટન ફાઈબર બનાવનાં કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ જેતપુર ધારેશ્વર ITIની પાછળ આવેલ ૐ કોટન ફાયબર બનાવવાનાં કારખાનામાં લાગી હતી. મોડી રાત્રે અચાનક આગ લાગવાની જાણકારી મળતા,જેતપુરના 3 ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. એકથી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

આ આગમાં તૈયાર કોટન ફાયબરનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો, જેમાં કારખાનાનાં કમ્પાઉન્ડમાં અને ગોડાઉન રૂમમાં પડેલો કોટન ફાયબર રૂનો મોટો જથ્થો બળીને નાશ પામ્યો હતો. નુકસાનીનો ચોક્કસ આંકડો હજુ બહાર આવ્યો નથી,આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી નથી શકાયું. બહાર મેદાનમાં પડેલા તૈયાર રૂમાંથી શરૂ થયેલી આગ દિવાળીનાં ફટાકડાથી થઈ હોવાનું અનુમાન છે. આ આગથી કોઈ જાનહાનિ થઇ નથી

 

LEAVE A REPLY