ઝગડીયા : ઉમલ્લામાં શોભાયાત્રા સાથે અગ્રસેનજી મહારાજની ૫૧૪૩મી જન્મજયંતિ ઉજવવામાં આવી

શ્રી અગ્રસેન મહારાજની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે શ્રી અગ્રસેન મહારાજની ૫૧૪૩મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉમલ્લાના આજુ બાજુના ગામના અગ્રવાલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીના ભાગરૂપે નગરના માર્ગો પર શ્રી અગ્રસેન મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ઉમલ્લા નગરની ગલીઓમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. શોભાયાત્રાની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="113311,113312,113313,113314,113315,113316"]
જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ઝઘડીયા તાલુકાના ઉમલ્લા, પ્રતાપનગર, આમલેથા ગામના અગ્રવાલ સમાજની મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેંડવાજા અને ગાડીઓ શોભાયાત્રાનું આકર્ષણ બન્યું હતું. ઉજવણીના ભાગરૂપે સામાજિક પ્રોગ્રામ તેમજ રાજસ્થાની નૃત્ય, ગરબા જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.