Connect Gujarat
ગુજરાત

ઝઘડીયાના રાજપારડીમાં ડેન્ગ્યુના કેસો વધુ હોવાની શંકાના પગલે આરોગ્યની ટીમો સક્રીય

ઝઘડીયાના રાજપારડીમાં ડેન્ગ્યુના કેસો વધુ હોવાની શંકાના પગલે આરોગ્યની ટીમો સક્રીય
X

ડેન્ગ્યુની શંકાવારા કેસો હોવાની વાતોના પગલે આરોગ્ય વિભાગે સર્વે હાથ ધર્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપારડી ગામમાં પાછલા કેટલા

દિવસોથી કેટલાક લોકોને તાવ આવતો હોઇ તેવા લોકોએ સારવાર દરમિયાન પોતપોતાના લોહીના

રિપોર્ટ કઢાવતા ડેન્ગ્યુની અસરો જોવા મળી છે. ડેન્ગ્યુના કેસો ગામમાં હોવાની અટકળો

વહેતી થતા આરોગ્યને લગતી ટીમોએ ગામમાં ધામાં નાખીને ગામમાં સર્વેની કામગીરીની

શરૂઆત કરી છે.

તેમજ ગામમાં કેટલાક ફળીયાઓ સોસાયટી જેવા રહેણાંક

જગ્યાઓ પર મશીન વડે ફોગીંગ કરીને ધુમાડો છોડવામાં આવ્યો હતો અને કેટલીક જગ્યાએ

દવાઓ છાંટવામાં આવી છે. ડેન્ગ્યુના કેશો ગામમાં વધુ હોવાની શંકા લોકોમાં ફેલાવા

પામી છે. ત્યારે હાલ સર્વેની કામગીરી ચાલુ જ છે. હજુ પ્રાથમિક તબક્કે 5-6 શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા કેસો જણાયા છે. વધુ તપાસ ચાલુ છે.

આરોગ્ય વિભાગના અંગત સુત્રોએ જણાવ્યા મુજબ ડેન્ગ્યુના અસરવારા દર્દીઓ ખાનગી

હોસ્પિટલોમાં સારવાર લેવાનો આગ્રહ રાખે છે. એટલે ખરેખર ડેન્ગ્યુના કેસોની સાચી

સંખ્યા ચોપડે નોંધાતી નથી. લોકોએ ભારે તાવ જેવા લક્ષણો દેખાય તો તુરંત નજીકના

સરકારી દવાખાને તપાસ કરાવવા પહોચવું હિતાવહ છે તેમ જણાવ્યું હતું.

Next Story