ઝઘડીયા તાલુકામાં છેલ્લા ૧૫ દિવસમાં ૩જો દિપડો પુરાયો પાંજરે

ઝઘડીયાના વંઠેવાડ ગામેથી આશરે પાંચ વર્ષની ઉંમરનો નર દીપડો પાંજરે પુરાયો
ઝઘડીયા તાલુકાના વંઠેવાડ ગામમાંથી પંદર દિવસમાં બે દીપડા પાંજરે પુરાયા તથા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાંડ શરીર પાછળથી ધોળા દિવસ અગાઉ એક દીપડો
પાંજરે પુરાયો હતો. એમ પંદર દિવસની અંદર ઝઘડીયા વન વિભાગ ટીમે કુલ ત્રણ દીપડાને ઝડપી પાડ્યા હતા.
ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામના ઇશ્વરભાઇ તથા ગામ લોકોના જણાવ્યા મુજબ એક મહિના
અગાઉ ત્રણ દીપડા દેખાયા હતા ત્યારબાદ વન વિભાગની ટીમે આજથી પંદર દિવસ અગાઉ એક
દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરી હતી ત્યારબાદ આજરોજ ઝગડીયા વન વિભાગનિ ટિમે
બીજા દીપડાને પણ પાંજરે પુરી ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે લાવવામાં આવ્યો.
આશરે ૧૭ દિવસ અગાઉ વંઠેવાડ ગામના માજી સરપંચ ફતેસિંહ ભાઈના ખેતરમાં દીપડો
દેખાયો હતો ત્યારબાદ ફતેસિંહ ભાઈ દ્વારા ઝઘડીયા વન વિભાગની ટીમને દીપડો પોતાના
ખેતરમાં દેખાયો હોવાની જાણ કરવામાં આવી હતી. ઝઘડીયા વન વિભાગની ટીમે ત્યાં પહોંચતા
દીપડાએ એક કૂતરાને શિકાર બનાવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ એ ખેતરમાં
દીપડાના પંજાના નિશાન દેખાતા ત્યાં દીપડો વારંવાર આવતો હોવાનું માલૂમ પડ્યું હતું.
ત્યારબાદ ઝઘડ્યા વન વિભાગ દ્વારા ત્યાં પાંજરુ મુકવામાં આવ્યું હતું.
ઝઘડીયા મદદનીશ વન સંરક્ષક આર.બી. પટેલના માર્ગદર્શન હેઠળ ઝઘડીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.ઝેડ. તડવી તથા રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટર મહેશ વસાવા તથા પંકજ વસાવા, સકુનાબેન વસાવા, રાજેન્દ્રભાઇ પટેલ, રેવાદાસ , અને પ્રતાપભાઇ મળી પાંજરે પુરાયેલા દીપડાને સહી સલામત ઝઘડિયા રેન્જ ઓફિસ કમ્પાઉન્ડમાં લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ દીપડાને જ્યાં ખોરાક અને પાણી મળી રહે એવા સલામત સ્થળે જંગલમાં છોડી દેવામાં આવશે તેમ ઝઘડીયા વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ઝઘડીયા તાલુકામાં દીપડાની વધતી જતી વસ્તીએ લોકોમાં ડર ફેલાવ્યો છે. વારંવાર દીપડા દેખાવાના બનાવો બનતા અને દીપડાએ પશુઓના શીકાર કરવાના બનાવથી લોકો ભયભીત બન્યા છે. ઝઘડીયા વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ અગાઉ પણ ઝઘડીયા તાલુકાના અંધાર કાછલા, ગોવાલી સારસા ગામ, ઓરપટાર, ટોઠીદરા અને કૃષ્ણપરિ ગામના ખેતરોમાંથી દીપડાના ૬ જેટલા મૃતદેહ મળી આવ્યા છે અને ઝઘડીયાના વાસણા , માલજીપુરા, ગોવાલી, રાળિપુરા વંઠેવાડ જેવા ગામોમાંથી આશરે ત્રણ વર્ષમાં ૭ જેટલા દીપડા પાંજરે પુરાયા છે.
ઝઘડીયાના ઓરપટાર ,ભાલોદ, ટોઠીદરા,ગોવાલી,વાસણા અને વણાકપોર, કૃષ્ણપરી
ગામના ખેતરમાં વારંવાર દીપડા દેખાતા લોકો પોતાના ખેતર જવા માટે પણ ડર અનુભવી રહ્યા
છે.