ઝારખંડમાં ચૂંટણીની લડાઇ જેમજેમ ગતિ પકડી રહી છે મુકાબલો ઉત્તેજક બની રહ્યો છે. કોંગ્રેસે ઝારખંડના સીએમ રઘુવરદાસ સામે તેના ઉચ્ચ પ્રોફાઇલ પ્રવક્તા ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ શનિવારે મોડી સાંજે જમશેદપુર પૂર્વથી ગૌરવ વલ્લભને ટિકિટ જાહેર કરી છે.
ઝારખંડમાં ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. કોંગ્રેસે ઝારખંડના સીએમ રઘુવરદાસ સામે તેના ઉચ્ચ પ્રોફાઇલ પ્રવક્તા ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ શનિવારે મોડી સાંજે જમશેદપુર પૂર્વથી ગૌરવ વલ્લભને ટિકિટ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે ટીવી ડિબેટમાં કોંગ્રેસનો જોરદાર રીતે પક્ષ રાખનારા ગૌરવ બલ્લભ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને પૂછ્યું હતું કે ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય છે.
કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભનો જમશેદપુર સાથે જૂનો સંબંધ છે. 2014માં તે રાજ્યની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા એક્સએલઆરઆઈના પ્રોફેસર હતા. મેનેજમેન્ટના શિક્ષક રહેલા ગૌરવ વલ્લભ હવે ચુંટણી જંગમાં ઉતર્યા છે.તેમણે એક્સએલઆરઆઈ સિવાય દેશની અન્ય ઘણી જાણીતી મેનેજમેન્ટ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. શનિવારે મોડી રાત્રે કોંગ્રેસની ચૂંટણી સમિતિએ તેમનું નામ જમશેદપુર પૂર્વથી ફાઇનલ કર્યું હતું.