Connect Gujarat

ટાટા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મિસ્ત્રીની ડિરેક્ટર પદેથી હકાલપટ્ટી

ટાટા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મિસ્ત્રીની ડિરેક્ટર પદેથી હકાલપટ્ટી
X

ટાટા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સોમવારના રોજ ટાટા સન્સ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને દૂર કરવામાં આવ્યા છે. કંપની દ્વારા આ નિર્ણય વધારાની સામાન્ય સભા બોલાવીને લેવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા ઇન્ડસ્ટ્રીઝએ આ સામાન્ય સભામાં મિસ્ત્રીને કંપનીના ડિરેક્ટર તેમજ ચેરમેન બંને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ટાટા સન્સે મિસ્ત્રીને આગાઉ પણ પોતાના કોર્પોરેટ ગવર્નન્સના દાવા અનુસરવા તેમજ કંપનીના બોર્ડમાંથી રાજીનામુ આપવા કહ્યુ હતુ. પરંતુ તે ન માનતા 24 ઓક્ટોબરના રોજ મિસ્ત્રીને બદલે રતન ટાટાની વચગાળાના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ટાટા ઈન્ડસ્ટ્રીઝએ ટાટા સન્સની બિન લિસ્ટેડ પેટ કંપની છે તેમજ ટાટા મોટર્સ, ટાટા પાવર અને ટાટા સ્ટીલ સહિત ટાટાની અન્ય કંપનીઓ તેમાં ઇક્વિટી ધરાવે છે.

ટાટા ઈન્ડસ્ટ્રીઝનું મુખ્ય કાર્ય નવા વ્યવસાયોમાં ટાટાને પ્રવેશ માટે પ્રોત્સાહન આપવા સાથે સાથે આ કંપનીઓ માં રોકાણ કરીને તેના વિકાસની તકોને વધારવાનું છે.

ટાટા ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ દ્વારા EGM પછી કે.આર.એસ.જામવાલ , આર ભીંગે , ઇરિના વિટ્ટલ, આશિષ ધવન, એન શ્રીનાથ અને એફ.એન.સુબેદાર નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Next Story
Share it