New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/2-3.jpg)
ડાંગ જિલ્લા પ્રાયોજના વહિવટદારની કચેરી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ, વર્ષ ર૦૧૯/ર૦ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત, જિલ્લાના આદિજાતિ ખેડૂતોને શાકભાજીના બિયારણ, તથા ખાતરની સહાય આપવાની થાય છે.
આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા ૦ થી ૨૦ સ્કોર ધરાવતા બી.પી.એલ. આદિજાતિ ખેડૂત ખાતેદારોને તા.૩૦/પ/ર૦૧૯ થી તા.૭/૬/ર૦૧૯ સુધીમાં આ અંગેના ફોર્મ મેળવી લેવા, તથા ભરેલા ફોર્મ તા.૯/૬/ર૦૧૯ સુધીમાં પરત જમા કરાવવા માટે જણાવાયું છે. આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે પ્રાયોજના વહિવટદારની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ વિભાગ, આહવા, જિ.ડાંગનો સંપર્ક સાંધવા પણ અનુરોધ કરાયો છે.