સશક્ત લોકશાહીના ઘડતર માટે ડાંગના મતદારો તા.ર૩મી એપ્રિલે કરશે વ્યાપક મતદાન

New Update
સશક્ત લોકશાહીના ઘડતર માટે ડાંગના મતદારો તા.ર૩મી એપ્રિલે કરશે વ્યાપક મતદાન

ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોમાં ૩૩૫ મતદાન મથકો ઉપર ૧ લાખ,૭૪ હજાર ૬૭ મતદારો કરશે મતદાન

લોકશાહીનું સૌથી મોટુ પર્વ, એટલે ચૂંટણી. લોકશાહી શાસન પ્રણાલીમાં દેશના એકેએક મતદારોના મતથી બનતી સરકાર દેશને સુશાસન અને સલામતી આપવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે દેશના મતદારો તેમના મતની તાકાતને સમજીને, કોઇપણ જાતના ભય વિના નિર્ભિકપણે ગુ ,મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરીને તેનું યોગદાન આપે તે આવશ્યક છે.

આગામી તા.ર૩/૪/ર૦૧૯ને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના ત્રીજા ચરણનું મતદાન થવા જઇ રહ્નાં છે. તે સાથે ગુજરાતની તમામે તમામ ર૬ બેઠકો માટે પણ મતદાન યોજાશે. જેના ભાગરૂપે ર૬-વલસાડ (અ.જ.જા.) સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાન વિભાગમાં નોîધાયેલા ૮૭,૩૭૯ પુરૂષ મતદારો, ૮૬,૬૬૭ સ્ત્રી મતદારો, તથા ૨ અન્ય મતદારો મળી જિલ્લામાં કુલ ૧ લાખ, ૭૪ હજાર, ૦૬૭ મતદારો તેમના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરશે. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૩૩૫ મતદાન મથકો ઉપર આ મતદારો મતદાન કરશે.

જિલ્લામાં નોંધાયેલા મતદારો પૈકી ૧ લાખ, ૭૪ હજાર, ૦૪૦ એટલે કે કુલ મતદારોના ૯૯.૯૯ ટકા મતદારોને ફોટા સાથેના મતદાર ઓળખકાર્ડ આપી દેવામાં આવ્યા છે. જયારે ર૭ મતદારો એટલે કે ૦.૦૧ ટકા મતદારોને મતદાર ઓળખકાર્ડ યેનકેન પ્રકારે આપી શકાયા નથી. તેઓ ચૂંટણી પંચના દિશાનિર્દેશ અનુસાર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અન્ય માન્ય દસ્તાવેજી પુરાવાઓના આધારે મતદાન કરી શકે તેવી સૂચનાઓ પણ ચૂંટણી પ્રશાસને જારી કરી છે.

ડાંગ જિલ્લામાં ૧ થી પ૦૦ મતદારો ધરાવતા ૧૭૧ મતદાન મથકો આવેલા છે. જ્યારે પ૦૧ થી ૧૦૦૦ મતદારો ધરાવતા ૧૫૪, અને ૧૦૦૧ થી ૧ર૦૦ મતદારોની સંખ્યા ધરાવતા ૧૦ મતદાન મથકો મળી કુલ ૩૩૫ મતદાન મથકો કાર્યરત કરાયા છે. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં ૧ર૦૦ થી વધુ મતદારો ધરાવતુ એક પણ મતદાન મથક નથી.

ડાંગ જિલ્લાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કોઇપણ જાતની રૂકાવટ વિના પાર પડે તે માટે પ્રશાસને જરૂરી કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, વીવીપેટ સહિતની આનુષાંગિક સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી છે. સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓને જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપીને સમગ્ર કામગીરી ક્ષતિરહિત થાય તે માટે પણ સજ્જ કરાયા છે. તો ચૂંટણી સંલગ્ન જુદી જુદી કામગીરી માટેના નૉડલ ઓફિસરો સહિત ઝોનલ ઓફિસરો, પ્રિસાઇડીંગ ઓફિસરો, પોલીંગ ઓફિસરો સહિત તકનિકિ બાબતોના તજજ્ઞોની પુરી ફૌજ લોકશાહીના આ પર્વને નિર્વિઘને પાર પાડવા માટે સુસજ્જ થઇ ગઇ છે.

આહવાની સરકારી કોલેજ ખાતે તૈયાર કરાયેલા ડીસ્પેચ એન્ડ રીસિવિંગ સેન્ટર ખાતેથી લોકશાહી શાસન પ્રણાલીના આ પ્રહરીઓ તેમને ફાળવવામાં આવેલા મતદાન મથકો તરફ જરૂરી સાધનસામગ્રી સાથે મતદાનના આગલા દિવસે પ્રયાણ કરશે. જેઓ તેમના નિયત મતદાન મથકો ખાતે પહોંચી ચૂંટણી પૂર્વેની નિયત કામગીરી આટોપી, મતદાનના દિવસે મતદારોને મતદાન માટે કોઇપણ પ્રકારની અગવડ ન પડે તેવી વ્યવસ્થાઓ ગોઠવી, સમગ્ર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી, તેમની મતપેટીઓ સહિતની સાધન સામગ્રી પ્રશાસને ગોઠવેલી વ્યવસ્થા મુજબ પરત જમા કરાવશે.

Latest Stories