અંકલેશ્વરની જે.એન. પીટીટ લાયબ્રેરીના ૧૩૦ વર્ષની ઉજવણીમાં સમયાંતરે ત્રણ નાટકો રજૂ થયા. ડૉ.આનંદી અનન્યા અને શુક્રવાર, તા. ૨૧ મી ડિસેમ્બર, ૨૦૧૮ની રાતે જીનવાલા સ્કુલના કમ્પાઉન્ડમાં મા શારદાભવન ઑડિટોરિયમમાં ત્રણ નાટ્યપ્રયોગ ડાબા પગનો ખેલ,બી પોઝીટીવઅને કાગડો

પ્રયોગશીલ નાટકો રંગમંચ પર ભજવાય એના આગ્રહી દિગ્દર્શિક મનોજ શાહનું આઈડિયાઝ અનલિમિટેડની પ્રસ્તુતિ ડાબા પગનો ખેલ૨૦ મિનિટનું હતું. નૌશિલ મહેતા લિખિત અને પ્રતિક ગાંધી, ભામિની ઓઝા ગાંધી તથા જય ઉપાધ્યાય અભિનિત.

રંગમંચ પર બે ખુરશી વચ્ચોવચ્ચ, બીજી બે જમણી બાજુ, કિરિટ ડોડિયા (પ્રતિક ગાંધી : ફિલ્મ રોંગ સાઈડ રાજુનો હિરો) એના ગાયનેકોલોજીસ્ટ મિત્રને કહે દોસ્ત, હું પ્રેમમાં પડ્યો છું, ક્યાં ?, કેવી રીતે ?, પ્રશ્નના ઉત્તરમાં કિરિટ કહે, બી.આર.ટી.એસ. બસમાં હું રોજ સવારે જાઉં છું. મારી સીટની ત્રાંસણમાં એક છોકરીની પગને રોજ જોઉં છું, બસમાં ભીડ એટલી હોય છે કે અડોઅડ ઉભેલા મુસાફરોના કારણે મારા હાથમાં રાખેલા છાપા માંથી માત્ર એક પગ દેખાય છે, મિત્રને માત્ર પગ અને તે પણ ડાબો પગ જોવાથી પ્રેમમાં ન પડાય, કિરિટ કહે મેં એનો અંબોડો પણ જોયો છે, અલ્યા અંબોડો અને ડાબો પગ જોવાથી પ્રેમમાં ન પડાય, કિરિટ કહે પડ્યો છે એનું શું ? મંચા પર અંધકાર, પુન: પ્રકાશ કિરિટ સીટ પર બેઠો છે, બાજુમાં સીટ ખાલી છે. એક છોકરીનો પ્રવેશ. અહીં કોઈ આવે છે ? હું આ સીટ પર બેસી શકું છું એમ પરવાનગી લઈ છોકરી કિરિટની બાજુની સીટ પર બેસે છે. કિરિટ શરમાતા, ગભરાતા નીચું જોવે છે અને તેને છોકરીનો ડાબો પગ દેખાય છે. આ તો એ જ જેનો પગ અને અંબોડો જોયો હતો તે જ. બન્નેના સંવાદ પગાખ્યાન રજૂ કરે છે, એમાં કિરિટથી એમ કહેવાય  જાય છે મારો જમણો પગ લાકડાનો છે અને છોકરી ગળગળી થઈ એના પ્રેમમાં પડે છે મંચ પર અંધકાર, પ્રકાશ થતા કિરિટ અને દિયા દિવેટિયા ( છોકરી ) બેઠા છે આજે અજાણી Date છે. આજે એને ફ્રેન્ડ ફાલ્ગુનીને લઈને આવે છે એનો પણ એક પગ કૃત્રિમ છે. કિરિટને એનો મિત્ર કહે છે હવે કહી દે સાચ્ચેસાચ્ચુ તારા બન્ને પગ સલામત છે. કિરિટ કહે છે મને હવે સારૂં થવા માંડ્યું છે મારો પગ ઉગે છે. દિયા એની સાથે શારીરિક સંબંધ બાંધવા એના રૂમ પર બોલાવે છે, પછી શું થાય છે એ જોવા જુઓ ડાબા પગનો ખેલ.

બીજો એક પાત્રીય નાટ્યપ્રયોગ ‘બી પોઝીટીવ’ માણસ વિચાર કરે એટલે એને સૌથી પહેલા નેગેટીવ વિચારો આવે, પ્રતિક ગાંધી સફેદ કફની અને જીન્સ પહેરી બાબાને કહે બાબા જ્યારથી આપના શરણમાં છું બી પોઝીટીવ એક જ જીવનમંત્ર છે. ઉત્તમ ગડા લિખિત આ નાટકમાં પ્રતિકની પત્ની શિલ્પા સાથે આઠ વર્ષથી લગ્નજીવન સુખી છે. મોર્ડન લેબોરેટરીમાં નોકરી કરે છે રોજ સવાર પડેને દર્દીઓને ઘરે જઈને બ્લડ, યુરીન સેમ્પલ કલેક્ટ કરી, સાંજે રિપોર્ટની હોમ ડિલીવરી કરવાની એનું રોજનું કામ છે. એક દિવસ ટેલિફોન બુથ પાસે એ ઉભો હોય છે અને એને ધક્કો લાગે છે એ પડી જાય છે. ગુસ્સો થવાને બદલે મનોમન વિચારે છે મારાથી વધારે ઉતાવળ એને છે. પણ એ ટેલિફોન બુથમાં ડાયલ પર ૨૬૭૮૧૪૮ નંબર પર પેલા ભાઈની આંગળી ફરતી જોઈ એતો એના ઘરનો નંબર છે અને એ શિલ્પા જોડેજ પ્રેમાલાપ કરે છે એવો વ્હેમ પડે છે ફોન પુરો થતા એ બ્લેક મોટરસાયકલ પર હેલ્મેટ પહેરી નીકળે છે, પ્રતિક જુએ છે એના ઘર તરફ જાય છે, એનો પીછો કરે છે ચોથા માળે એ પહોંચે છે પણ એટલો નિ:સહાય બને છે કે ડોરબેલ વગાડવાના બદલે પાછો નીચે આવી બેસે છે. શું શિલ્પા અને મોટરબાઈકવાળાને સંબંધ હતા ? એ જોવા  જુઓ બી પોઝીટીવ. ગીતા માણેક લિખિત ‘કાગડો’ દિગ્દર્શન મનોજ શાહ કોર્ટના કઠેરામાં એક ભાઈ છે (જય ઉપાધ્યાય) વકીલ (જીજ્ઞા હજુરિયા) પ્રેક્ષકોને સંબોધીને કહે છે વિશ્વમાં કોઈ કોર્ટમાં આવો કેસ આજ સુધી ચાલ્યો નથી. આ માણસ પર આરોપ છે ? શું આરોપ છે આરોપી જ કહેશે. આરોપી, ‘મારા પર આરોપ છે કે હું સુખી છું’, તમારી જાતિ ? ‘પુરુષ છું.’ ધર્મ ?, ઈશ્વરનો ધર્મ એ જ મારો ધર્મ. ભગવાન અને ભૂલ બન્ને સરખા છે માનો તો જ દેખાય.

આરોપી : “એક કાગડો હતો” ની વાર્તા કહે….. નાટકનો અંત આવે. આવા પ્રયોગશીલ નાટક જોઈને નીકળતા પ્રેક્ષકોના અભિપ્રાય હજાર હોય શકે પણ આવા પ્રયોગ અંકલેશ્વરની ધરતી પર થાય એ જ ગૌરવ છે. ચેતન શાહ અને દક્ષા શાહને સલામ !

LEAVE A REPLY