/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/10125004/vvvvc-1.jpg)
દિલ્હીમાં પેટ્રોલ
75 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે અને ડીઝલ 66.04 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું
છે. આ પહેલા 24 નવેમ્બર 2018 ના રોજ દિલ્હીમાં પેટ્રોલ
75.25 રૂપિયા પ્રતિ લિટર હતું.
દેશની રાજધાની
દિલ્હીમાં પેટ્રોલ 75 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે અને ડીઝલ 66.04 રૂપિયા પ્રતિ
લિટર વેચાઈ રહ્યું છે. પેટ્રોલનો ભાવ લગભગ એક વર્ષના ઉચ્ચ સ્તરે ગયો છે.
આ પહેલા 24 નવેમ્બર 2018 ના રોજ દિલ્હીમાં પેટ્રોલ 75.25 રૂપિયા
પ્રતિ લિટર હતું.
કેટલો વધારો
નોંધનીય છે કે
સોમવારે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર પાંચ પૈસાનો વધારો થયો
હતો અને દિલ્હી, કોલકાતા અને મુંબઇમાં ડીઝલના ભાવમાં 10 પૈસાનો વધારો થયો હતો, જ્યારે ચેન્નઇમાં 11
પૈસા વધ્યા હતા.
ઈન્ડિયન ઓઇલની
વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશ: 75 રૂપિયા, 77.67 રૂપિયા, 80.65 રૂપિયા અને 77.97 રૂપિયા
પ્રતિ લિટર થઈ ગયો છે.
ચાર મહાનગરોમાં
ડીઝલનો ભાવ પણ વધીને ક્રમશ: 66.04 રૂપિયા, 68.45 રૂપિયા, 69.27 રૂપિયા અને 69.81 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે.
કેમ ભાવ વધારો
ન્યૂઝ એજન્સી
આઈએએનએસ અનુસાર ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો સિલસિલો ફરી શરૂ થયો છે. ઓઇલ માર્કેટિંગ
કંપનીઓએ સતત બે દિવસમાં પેટ્રોલનો ભાવ દિલ્હી, મુંબઇ અને ચેન્નાઇમાં 14 પૈસા જ્યારે કોલકાતામાં 13 પૈસા પ્રતિ લિટર વધારી દીધો છે.
જ્યારે સતત ત્રણ દિવસથી દિલ્હી અને કોલકાતામાં
ડીઝલ 26 પૈસા, મુંબઇમાં 27 પૈસા અને ચેન્નાઇમાં 28 પૈસા પ્રતિ લિટરમાં વધારો ઝીંકાયો છે.