ડ્રાઈવિંગ લાઇસન્સ માટે આધારકાર્ડ જરૂરી બનશે

New Update
ડ્રાઈવિંગ લાઇસન્સ માટે આધારકાર્ડ જરૂરી બનશે

આધારકાર્ડ ને મહત્વનું ડોક્યુમેન્ટ બનાવવામાં આવી રહ્યુ છે,દરેક દસ્તાવેજ માટે હવે આધારકાર્ડ મુખ્ય પુરાવો માનવામાં આવી રહ્યું છે,ત્યારે હવે ડ્રાઇવિંગ લાઈસન્સ માટે પણ આધારકાર્ડને ફરજીયાત કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને નવા લાઇસન્સ ઈશ્યુ કરવા કે રીન્યુઅલ માટે આધાર ઓળખ ફરજીયાત કરવા માટે કહેશે, પરિણામે એક જ નામ હેઠળ વિવિધ લાઇસન્સ ઈશ્યુ કરવા પર નિયંત્રણ આવશે, એટલે કે ટ્રાફિક પોલીસ, ફોજદારી ગુના કે બનાવટી ઓળખના કિસ્સામાં લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યું હોય ત્યારે બીજું લાઇસન્સ ઈશ્યુ કરવા પર રોક લાગશે, આધાર નંબરની બાયોમેટ્રિક વિગતો આવી પ્રેકિટસ અટકાવવામાં મદદ કરશે, નવો નિયમ આ વર્ષ ઓક્ટોબરથી અમલી બનવાની સંભાવના છે, એમ સરકારી સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.