તાપી:પૂર પ્રકોપનો ભોગ બનેલા કુકરમુન્ડા તાલુકાના અરસગ્રસ્તો માટે મોકલી રાહત સામગ્રી

કલેક્ટર આર.એસ.નિનામાંએ રાહત સામગ્રીની ટ્રકને લીલી ઝંડી આપી કરાવ્યુ પ્રસ્થાન
ગત સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવેલા અનરાધાર વરસાદને પગલે ઊભી થયેલી પૂરની પરિસ્થિતિમાં અસર પામેલા, સ્થાનિક પ્રજાજનો પ્રત્યે માનવિય અભિગમ દાખવી, તાપી જિલ્લા પ્રશાસને પૂર્ણ સંવેદના સાથે, નગરના સેવાભાવી પ્રજાજનો, અગ્રણીઓ, સંસ્થાઓના સહયોગથી કેટલીક રાહત સામગ્રી એકઠી કરીને, જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું પવિત્ર કાર્ય હાથ ધર્યુ છે.
તાપી જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામાંના વડપણ હેઠળ જિલ્લાના પ્રશાસનિક અધિકારીઓએ એકજૂથ થઇને તાપી જિલ્લાના સેવાભાવી સંગઠનો, સમાજશ્રેષ્ઠીઓ, નગરજનો વિગેરેના અમૂલ્ય સહયોગથી રાહત સામગ્રી એકત્ર કરી હતી. જેને આજે એક ટ્રક મારફત કુકરમુન્ડા તાલુકાના અસરગ્રસ્તો સુધી પહોંચાડવા માટે વ્યારા ખાતેથી રવાના કરવામાં આવી હતી. આજે વહેલી સવારે કલેક્ટર આર. એસ. નિનામા સહિતના અધિકારીઓ, અને સેવાકર્મીઓએ રાહત સામગ્રીની આ ટ્રકને લીલી ઝંડી આપી વ્યારાથી પ્રસ્થાન કરાવી હતી. શ્રી ધન્વતરી ચેરિટેબલ ટ્રસ્ટ, વ્યારાના સહયોગથી એકત્ર કરાયેલી આ રાહત સામગ્રીની ટ્રકના પ્રસ્થાન વેળા ટ્રસ્ટના કર્મયોગીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વ્યારાથી રવાના થયેલી આ ટ્રકમાં અસરગ્રસ્તો માટે જરૂરી એવી પીવાના પાણીની બોટલો સહિત જરૂરી દવાઓ, સૂકો નાસ્તો, બિસ્કીટ અને વેફર્સના પેકેટ્સ, કપડા જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. જે વ્યારા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી એકત્ર કરવામાં આવી છે.
આમ, પૂર જેવી કુદરતી આપદા વેળા, વ્યારાવાસીઓએ એકજૂટ થઇને માનવતા દર્શાવી, જિલ્લા પ્રશાસન સાથે ખભેખભા મિલાવીને, અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT