Connect Gujarat

ત્રિપુરામાં તૃણમુલ કોંગેસને બાયબાય કહીને પ્રદેશ અધ્યક્ષ સહિત 400 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ત્રિપુરામાં તૃણમુલ કોંગેસને  બાયબાય કહીને પ્રદેશ અધ્યક્ષ સહિત 400 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
X

ત્રિપુરાના તૃણમુલ કોંગેસને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં પ્રદેશ કાર્ય સમિતિના 65 માં થી 16 જેટલા કાર્યકર્તા સહિત 400 કાર્યકર્તાઓ એ ગુરુવાર ના રોજ ભાજપ સાથે હાથ મલાવી દીધો હતો. જેમાં ભાજપમાં શામિલ તૃણમૂલ કોંગેસ ના કાર્યકર્તાઓ માં પ્રદેશ અધ્યક્ષ રતન ચક્રવતીનો સમાવેશ પણ થાય છે.

રતન ચક્રવતીએ મિડીયાને જણાવ્યુ હતુ કે એમને કોઈ શરત વગર ભાજપ નો સાથ આપવાનું નક્કી કર્યું છે.વધુમાં જણાવ્યુ હતુ કે દેશમાં ભાજપ એકમાત્ર એવુ દળ છે જ્યાં પૂર્વોત્તર શ્રેત્રનો વિકાસ કરવા માટે મોટો ફાળો આપ્યો છે એમને એ પણ જણાવ્યુ હતુ કે મને એટલો વિશ્વાસ છે કે ભાજપ તૃણમૂલ કોંગેસ દળનું નામો નિશાન મીટાવી દેશે.

Next Story
Share it