દાહોદ: પરણિત મહિલા પરણિત પ્રેમી સાથે ભાગી જવાની ઘટના મામલે સજા કરતો વીડિયો થયો વાયરલ

912

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના મોટા કાળીયા ગામે પરણિત મહિલા પરણિત પ્રેમી સાથે ભાગી જવાની ઘટનાના પગલે પરિણીતાના પતિ અને સાસરીયાઓ તાલિબાની સજા કરતા વીડિયો વાયરલ થયો હતો. પોલીસે આ વાયરલ વીડીયોની તપાસ કરી ઇજાગ્રસ્ત પ્રેમી જોડાને દવાખાને સારવાર કરાવી પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરી છે.આ મુદ્દે આરોપીઓની અટકાયત કરી ગુનેગારોને સખત સજા કરવાના જિલ્લા પોલીસ વડાએ આદેશ ફરમાવ્યો છે.

મોડીરાતથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જોવા મળે છે કે એક વ્યક્તિને અર્ધ નગ્ન અવસ્થામાં માર મારવામાં આવે છે. પોલીસને આ બાબતે જાણ થતા તાત્કાલિક ધોરણે વેરીફાઇ કરતા પોલીસને આ ઘટના ફતેપુરા તાલુકાનાં સુખસર ગામ નજીક આવેલ કાલીયા ગામનું હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પરણિત મહિલાને અને તેની સાથે ભાગી ગયેલ પુરૂષને પોલિસ સ્ટેશને લાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઇ હતી. હાલ આરોપી તરીકે જે વ્યક્તિનાં નામ આવેલ છે તેમાં મુખ્ય પરણિત સ્ત્રીનાં પતિ જે વીડિયોમાં માર મારતો જોવાય છે.જેની પોલીસે અટકાયત કરી છે. ફરિયાદ અને પ્રાથમિક પૂછપરછમાં જે નામો આવશે તેની તાત્કાલિક ધરપકડ થાય તેવા પ્રયાસ સુખસર પોલીસ અને dysp ઝાલોદ કરી રહયા છે.

આવી કોઈ પણ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ કાયદો હાથ માં લેશે તેના વિરૂદ્ધ માં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું સરકાર અને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સાથે જ આ ઘટનામાં જે કોઈ સંડોવાયેલા છે તેના વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ ઇન્સ્પેક્ટરે જણાવ્યુ હતું.

LEAVE A REPLY