/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/27195953/maxresdefault-325.jpg)
દાહોદ જિલ્લાના કતવારા ગામ નજીક થોડા દિવસો અગાઉ એક ફાઇનાન્સરને રસ્તે રોકી માર મારવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેના પાસે રહેલી 63.000 હજાર જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
દાહોદ જીલ્લામાં કતવારા ગામમાં વાડી ફળિયા નજીકથી એક ફાઇનાન્સર બેંકમાં રૂપિયા જમા કરાવવા જતો હતો તે દરમ્યાન બે શખ્સોએ તેની બેગ ઝૂંટવી લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે ફાઇનાન્સરે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ફાઇનાન્સર પાસેથી લૂટ ચલાવી ભાગતા મોટરસાઇકલ ચાલકની મોટરસાઈકલ પર પાછળના ભાગે રૂપિયા ભરેલી બેગ જણાઈ આવતા પોલીસે તેની મોટરસાઈકલના ટાયરમાં લાકડું નાખી ચાલકને નીચે પાડી દીધો હતો. ત્યાર બાદ તે ત્યાંથી ભાગવા જતા તેને ઝડપી લેતા લૂંટની કબુલાત કરી હતી. જે અંગે આજે કતવારા પોલીસ સ્ટેશનમા બન્ને આરોપીઓ વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે