/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/07110304/Screenshot_20191107-030932_Google.jpg)
દાહોદથી ઉજ્જૈન જતી મેમુ ટ્રેનમાં સવાર મુસાફરો પાસેથી બક્ષીસ ઉઘરાવતા કિન્નરોમાં અંદરો અંદર ઝપાઝપી થતા ત્રણ કિન્નરો ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા એકનું મોત નીપજ્યું ત્યારે અન્ય બે ઘાયલ.
દાહોદથી ઉજ્જૈન જતી મેમુ ટ્રેનમાં આજ રોજ રાત્રીના સમયે કેટલાક કિન્નરો ટ્રેનમાં સવાર મુસાફરો પાસેથી બક્ષીસ ઉઘરાવતાં હતા તે સમયે દાહોદના બોરડી રેલવે સ્ટેશન તરફ કિન્નરોમાં અંદરો અંદર ઝઘડો તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અંદરો અંદર હાથાપાઈમાં ત્રણ કિન્નરો ચાલુ ટ્રેનમાંથી પડી જતાં એક કિન્નર ત્યાથી પસાર થઈ રહેલ ટ્રેનની અડફેટે આવી જતાં તેનુ ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ જ્યારે બીજા બે કિન્નરોને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયાનું જાણવા મળ્યું હતું.
આજરોજ રાત્રીના સમયે કેટલાક કિન્નરો દાહોદથી ટ્રેનમાં ચઢી દાહોદ થી ઉજ્જૈન તરફ જતી મેમુ ટ્રેનમાં બેસી પસાર થઈ રહ્યા હતા અને આ કિન્નરો ચાલુ ટ્રેનમાં સવાર મુસાફરો પાસે બક્ષીસની ઉઘરાણી કરી રહ્યા હતા તે સમયે બોરડી રેલ્વે સ્ટેશન ખાતે કિન્નરોમાં અંદરો અંદર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઉગ્રરૂપ ધારણ કરતાં અંદરો અંદર વાત હાથાપાઈ ઉપર ઉતરી આવી હતી. ચાલુ ટ્રેને હાથાપાઈ થતાં કિન્નરો પૈકી ત્રણ કિન્નરો ચાલુ ટ્રેનમાંથી પટકાયા હતા જેમાંથી એક કિન્નર સામેથી આવતી એક ટ્રેનની નીચે આવી જતાં તેનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યુ હતુ જ્યારે બીજા બે કિન્નરોને ૧૦૮ની મદદથી દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ગુજરાત રેલ્વે પોલીસને થતાં રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક કિન્નરની લાશનો કબજા મેળવી દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી તપાસનો દૌર શરૂ કર્યાે હતો.