Connect Gujarat
ગુજરાત

દિગ્વિજયે શિવરાજના નિવેદન અંગે કહ્યું તમે નેહરુના પગની ધૂળ પણ નથી

દિગ્વિજયે શિવરાજના નિવેદન અંગે કહ્યું તમે નેહરુના પગની ધૂળ પણ નથી
X

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 લાગુ કરવા માટે પૂર્વ વડાપ્રધાન નહેરુને અપરાધી ગણાવ્યા છે. તેમના આ નિવેદન પર કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે જવાબ આપતા કહ્યું કે, શિવરાજ નહેરુના પગની ધૂળ પણ નથી. તેમને શરમ આવવી જોઈએ. તો બીજી બાજુ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, નહેરુ આધુનિક ભારતના નિર્માણકર્તા હતા. નિધનના 55 વર્ષ બાદ તેમને અપરાધી કહેવું ખોટું અને આપત્તિજનક છે.

કાશ્મીર મુદ્દે દિગ્વિજયે કહ્યું કે, ઈન્ટરનેશનલ મીડિયામાં બધુ જ બતાવાઈ રહ્યું છે. આપણે પણ જોવું જોઈએ કે કાશ્મીરમાં થઈ શું રહ્યું છે?. તેમણે(સરકારે) પોતાના હાથ આગમાં સળગાવી દીધા છે. આપણી પ્રાથિમકતા કાશ્મીરને બચાવવાની હોવી જોઈએ, હું મોદીજી,અમિત શાહ અને અજીત ડોભાલને અપીલ કરું છું કે તે સાવધાન રહે, નહીં તો આપણે કાશ્મીર ગુમાવવું પડશે.

Next Story
Share it