દિયોદરની રૈયા પ્રાથમિક શાળા બહાર વાલીઓના ધરણા.

New Update
દિયોદરની રૈયા પ્રાથમિક શાળા બહાર વાલીઓના ધરણા.

દિયોદરના રૈયા ગામની પ્રાથમિક શાળા બહાર આજે વાલીઓએ ધરણા કરી અપડાઉનિયા શિક્ષકો સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે છેલ્લા ઘણા સમયથી દૂર દૂરથી અપડાઉન કરતાં શિક્ષકો સમયસર શાળાએ ના પોહચતા બાળકોના અભ્યાસ પર અસર પડતી હોવાની વાલીઓ ફરિયાદો કરી રહ્યા છે વારંવાર જિલ્લા શિક્ષણ વિભાગ આગળ રજૂઆતો છતાં શિક્ષકો સામે કોઈજ કાર્યવાહી ના કરાતાં નારાજ વાલીઓએ આજે શાળાના ગેટ બાહર ધરણા પર બેસી વિરોધ વ્યકત કર્યો હતો.

જોકે એક તરફ ગુજરાત સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયાનું એંધાણ કરી રહી છે. પરંતુ શાળામાં બાળકોને ભણાવા માટે શિક્ષકો જ સમયપર શાળાએ ના પોહચતા બાળકોને પુરતો અભ્યાસ મળતો નથી જેની અસર પરીક્ષા સમયે જોવા મળતી હોય છે. ત્યારે પોતાના બાળકમાં ભવિષ્યના સોનેરા સપના જોતા વાળીઓએ આજે ભેગા થઈ અપડાઉન બંધ કરો જેવા નારા લગાવી શિક્ષણ વિભાગને જગાડવા ધરણા કર્યા હતા અને જ્યાં સુધી શિક્ષકો અપડાઉન બંધ નહિ કરે ત્યાં2 સુધી એમનું આ આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.