/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/selfie.jpeg)
દિલ્હીના સિગ્નેચર બ્રિજ પર શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અહીં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવાનો પુલ પરથી નીચે ખાબક્યા હતા, જેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.
આ ઘટનામાં બતાવવામાં આવી રહ્યું છે કે, બન્ને યુવકો બાઇક પર સવાર હતા અને તેમની બાઇક ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ હતી, જેના કારણે આ દુ:ખદ ઘટના બની હતી. બન્ને યુવકો સેલ્ફી લેતી વખતે પુલ પરથી નીચે રેતમાં પડ્યા હતા. ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઇ છે અને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પુલની ખાસિયત છે સૌથી ઉંચી સેલ્ફી પોઇન્ટ બતાવવામાં આવી રહી હતી. જે દિવસે સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યો હતો, ત્યારબાદથી સામાન્ય લોકો ત્યાં ઉભા રહીને સેલ્ફી લેવાની પ્રક્રિયા તંત્ર માટે માથાનો દુ:ખાવો બની રહ્યો હતો. આ બ્રિજ પર ૧૫૪ મીટર ઉંચો ગ્લાસ બોક્સ પણ છે, જે પર્યટક સ્થળના રૂપમાં લોકોને શહેરનો ‘બર્ડસ-આઈ વ્યૂ’ આપે છે.