દિલ્હી-મુંબઈ કોરિડોર મુદ્દે ૧૩ ગામના ખેડૂતો પરિવાર સાથે હથિયારો લઈને કર્યો વિરોધ

New Update
દિલ્હી-મુંબઈ કોરિડોર મુદ્દે ૧૩ ગામના ખેડૂતો પરિવાર સાથે હથિયારો લઈને કર્યો વિરોધ

ઝાલોદ તાલુકામાંથી ભારત માલા પરિયોજના હેઠળ દિલ્હી-મુંબઈ નેશનલ હાઇવે નંબર ૧૪૮ પસાર કરવા માટેની કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા ખેડૂતો પોતાની ખેતીની જમીન બચાવવા માટે આરપાર લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. તાલુકામાંથી આ કોરિડોર પસાર કરાતા ૧૩ ગામોના ખેડૂતોની જમીન જતી હોવાથી ખેડૂતો દ્વારા આ મામલે સરકારના અલગ-અલગ તમામ વિભાગોમાં લેખિત અને મૌખિક રજૂઆતો અને ઉગ્ર આંદોલનો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ લાવવામાં ન આવતા ખેડૂતોએ હિંસક લડતનું શસ્ત્ર ઉગામયું હતું.

publive-image

શુક્રવારના દિવસે કેન્દ્ર સરકારના અધિકારીઓ દ્વારા મુણધા ખાતે કોરિડોરના પિલ્લર ફિકસીંગ અને માપણી કરવાની જાણ મળતા તાલુકાનાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતો પોતાના પરિવાર સાથે ધારિયા, તલવારો અને તીર-કામઠા લઈને મુણધા ગામે એકાએક મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરતાં માહોલ ગરમાઈ ગયો હતો.જેથી કોરિડોરના અધિકારીઓ પિલ્લર ફિકસીંગ અને માપણી કાર્યવાહી કરવા ફરક્યાં પણ નહીં.તાલુકાનાં ખેડૂતો હવે ખેતીની જમીન મુદ્દે સરકાર સામે ઘર્ષણના મૂડમાં જોવા મળ્યા હતા.