દુધરેજ પાલિકાના રહીશો દ્વારા રસ્તા સહીતની અસુવિધાઓ મુદ્દે થાળી વેલણ વગાડીને મચાવ્યો હોબાળો

New Update
દુધરેજ પાલિકાના રહીશો દ્વારા રસ્તા સહીતની અસુવિધાઓ મુદ્દે થાળી વેલણ વગાડીને મચાવ્યો હોબાળો

હાલ વરસાદી માહોલને લઈને અનેક સ્થળોએ પાણી ભરાવાના તેમજ ગટરોના પાણી ઉભરાવાના અને રસ્તાઓ પર ભુવા પડવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના રહીશો દ્વારા રસ્તા સહીતની અસુવિધા ઓ બાબતે થાળી વેલણ વગાડીને પાલિકામાં હોબાળો મચાવ્યો હોવાની ઘટના બની છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 2 માં સ્થિત દિવ્યા સોસાયટી અને સંકલ્પ સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારો રોડની સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખાસ કરીને હાલ વરસાદની સીઝન હોય બાળકો વૃદ્ધો મહિલાઓ સહિત તમામ રહીશોને પારાવાર મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતે 40 વર્ષ જૂની સોસાયટી વિસ્તારમાં રોડ અને રસ્તાઓની અસુવિધા થતી હોઇ આ બાબતે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો પણ કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા વોર્ડ નંબર 2ની મહિલાઓએ આજે થાળીઓ વગાડીને પાલિકામાં હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ પાલિકાના અધિકારીઓએ દોડી આવી સમજાવટથી મામલો થાળે પાડયો હતો અને આ અંગે યોગ્ય કરવા ખાત્રી આપતાં મહિલાઓ શાંત થઈ હતી.