/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/15507053-e1c2-478d-a158-c7df405e02b3.jpg)
મીશન ચોકડી પાસે પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર હંકારી મુકતાં કર્યો પીછો
દેડિયાપાડા તાલુકાના સેજપુર ગામનો એક શખ્સ સ્કોર્પિયો કારમાં દારૂની ખેપ મારવાનો હોવાની પોલીને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી કાર આવી પહોંચતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ચાલકે કારને હંકારી મૂકતાં પોલીસે સેજપુર ગામ પાસે જંગલના રસ્તા ઉપરથી કારને કબજે કરી હતી. જ્યારે ખેપિયો કાર મૂકી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/ed9fee7a-0edd-4524-9f93-1eae8555ace9-1024x512.jpg)
પ્રાપ્ત પોલીસ સુત્રિય માહિતી મુજબ, દેડિયાપાડા પોલીસને બાતમી મળી હતી કે, સેજપૂર ગામના નટુ તુલસી વસાવાએ માંડણના રહિશ રણજીત બચુ વસાવા પાસે વિદેસી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જે વિદેશી દારૂનો જથ્થો એક સફદ કલરની સ્કોર્પિયો જીજે 06, ઈડી-7735 માં આવવાનો છે. જેના આધારે દેડિયાપાડા પોલીસની ટીમ મીશન ચોકડી પાસે વોચ ગોઠવીને ઊભી હતી. તેવામાં બાતમી વાળી કાર ત્યાં આવી પહોંચતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે પોલીસને જોઈને કાર હંકારી મૂકતાં પોલીસે તેનો પીછો કર્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/4e8f7008-7252-4118-bf29-5e0a447d27ac-1024x768.jpg)
કારચાલક બાદમાં સેજપુર ગામના જંગલ તરફ જવાના માર્ગ ઉપર કાર પાર્ક કરીને ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાથી વિદેશી દારૂના ક્વાટરીયાના 32 બોક્સ મળી આવ્યા હતા. જેની કિંમત પોલીસે 81,600 આંકી હતી. જ્યારે સ્કોર્પિયો કારની કિંમત રૂપિયા 3 લાખ આંકી કૂલ રૂપિયા 3,81,600નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગૂનો નોંધી ફરાર થઈ ગયેલા ખેપીયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.