/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-4-6.jpg)
23 માર્ચને દેશના વીર સપૂતો ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ સિંહના શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે કેટલાક સંગઠનો દ્રારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, આ સમારોહમાં સવારમાં ભગત સિંહની રેલી કાઢવામાં આવી હતી, અને ભગત સિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી.
કાર્યક્રમના આયોજકોએ મિડીયાને જણાવ્યુ હતુ કે શહીદ ભગત સિંહના ક્રાંતિકારીના વિચારો લોકો ની સમક્ષ રજૂ કરી યુવા લોકો ને પ્રેરિત કરવા માટે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, જેમાં શહીદ દિવસ મનાવવાથી દેશના વીર સપૂત શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ ને શ્રદ્ધાજંલિ આપવામાં આપવામાં આવી હતી.
આ ઉપરાંત 23 માર્ચની સાંજે મુંબઈના શિવાજી મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં કેટલાક કલાકરો દ્રારા શહીદ ભગત સિંહના જીવન થી જોડાયેલી કોરિયોગ્રાફી અને દેશના વર્તમાન વ્યવસ્થા આધારિત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં ભગત સિંહ સુખદેવ અને રાજગુરુના જીવન અને બલિદાનને લોકો સારી રીતે સમજે અને તેમના સપના અનુસાર હિન્દુસ્તાન નું નિર્માણ કરવામાં માટે યુવાઓએ આગળ આવીને મદદ કરે તે હેતુથી શહીદ દિનનો કાર્યર્કમ યોજવામાં આવશે.