/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-5-2.jpg)
જામનગર નજીક પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનો કરુણ બનાવ
અકસ્માતમાં હોટલના માલિક સહિત બે વ્યક્તિઓના મોત
જામનગર નજીક આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ના કરૂંગા નજીક એક કાર પલટી ખાઈ ટ્રક સાથે અથડાતા કારમાંર સવાર ચાર વ્યકતિઓ પૈકિ બેના ગંભીર ઇજાઓના પગલે કરૂણ મોત નીપજયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકા ખાતે અમી ધરા હોટલના માલીક અને જામનગરના રહેવાસી જૈમિન કારૂં ચાવડા(ઉ.વર્ષ.૨૭), હેતલબેન રાણા (ઉ.વર્ષ.૨૭) તથા હોટલના જ બે કર્મી રોહન વિજય અને હિરેન રાવજી સાથે કાર લઈ જઈ રહ્યા હતા.
દરમિયાન દ્વારકાના કરૂંગા નજીકમાં અચાનક જૈમિને કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઇ સામેથી આવતી ટ્રક સાથે ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારના ફૂડચા ઉડી જવા પામ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તીઓ ગંભીર ઘાયલ થતાં તમામને સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જયાં હાજર તબીબે હોટલ માલિક જૈમિન અને હેતલ રાણાને મરણ જાહેર કર્યા હતા.જયારે હોટલના અન્ય બે કર્મીઓને સારવાર હેઠળ રખાયા હતા.
આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે મૃતકોની લાશને પી.એમ.અર્થે ખસેડેઐ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.