Connect Gujarat
ગુજરાત

ધોરણ 10 અને 12માં સેમેસ્ટર પધ્ધતિનો અંત

ધોરણ 10 અને 12માં સેમેસ્ટર પધ્ધતિનો અંત
X

રાજ્યમાં પાંચ વર્ષ સુધી ધોરણ 10 અને ધોરણ 12માં સેમેસ્ટર પધ્ધતિ રાખ્યા બાદ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના વિરોધ પછી સરકારે સોમવારે ધોરણ 10 અને 12માંથી સેમેસ્ટર સિસ્ટમનો અંત આણી દીધો હતો.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. તે સાથે જ હવે ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષા ગુજરાત માધ્યમિક અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા દર વર્ષે લેવામાં આવશે.

આ નવો નિયમ સોમવારથી શરૂ થયેલા નવા સત્રથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે, સરકારે 2015માં જ સેમેસ્ટર પધ્ધતિને પડતી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ દિલ્હીમાંથી તેમને મંજૂરી મળી નહોતી.

ઉલ્લેખનીય છે કે 2011માં જ્યારે સેમેસ્ટર પધ્ધતિ શરૂ થઇ હતી ત્યારે બધાએ તેને ગેમ ચેન્જર માની હતી. પરંતુ સમય જતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં અસંતોષ જણાતા સેમેસ્ટર સિસ્ટમને પાછી ખેંચવાનો નિર્ણય લેવો પડ્યો છે.

Next Story
Share it