New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/29modi5.jpg)
ધોરણ 5 થી 8 સુધી વિદ્યાર્થીઓને પાસિંગ માર્ક્સ ન આવે તો પણ ફરજિયાત ઉપલા ધોરણમાં ચઢાવવાની નીતિને સરકાર હવે બંધ કરવા જઇ રહી છે. કેન્દ્ર સરકારે આ વ્યવસ્થાને હવે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારે થયેલી કેબિનેટ મીટિંગમાં સ્કૂલોમાં નાપાસ કરવાની નીતિને બંધ કરવાની મંજૂરી આપી દીધી છે.
હવે રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટમાં સુધારો કરવામાં આવશે. આ સુધારા બાદ હવે રાજ્યોને મંજૂરી આપવામાં આવશે કે 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ પરિક્ષામાં નાપાસ થાય તો તેને રોકી શકે. જો કે, વિદ્યાર્થીઓને પરિક્ષાના માધ્યમથી બીજી તક આપવામાં આવશે.
વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો વિદ્યાર્થીને મે મહિનામાં પરિક્ષા આપવાની એક તક મળશે. અને જો વિદ્યાર્થી બન્ને પ્રયાસોમાં નાપાસ થાય તો તેને જે તે ધોરણમાં જ રોકવામાં આવશે.