/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/The-Kapil-Sharma-Show-640x360.jpg)
સોની પરથી પ્રસારિત થતા ધ કપિલ શર્મા શૉના રાઇટર અભિષેક સિંહની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 2009ની છે.
ઉત્તરપ્રદેશની પોલીસ રામાભિષેકસિંહની આઝમગઢમાં બે હત્યાના કેસમાં શોધી રહી હતી. ઉત્તરપ્રદેશમાં તેના પર 30,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
રામાભિષેક પર 2009માં 2 હત્યાનો આરોપ લાગ્યો હતો. તે સાત વર્ષથી ફરાર હતો અને નામ બદલીને મુંબઇમાં રહેતો હતો.
રામાભિષેક આઝમગઢના મઉપરાસિનનો રહેવાસી છે. તેના દાદા વિભૂતિ નારાયણસિંહનો પૂર્વ પ્રધાન ભૂરેસિંહ સાથે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. 2009માં રામાભિષેક, તેના પિતા અને અન્ય એક મિત્ર તેમજ અન્ય સાથીઓ સાથે ભૂરેસિંહ અને તેના સાથીઓ પર હુમલો કર્યો હતો. જેમાં ભૂરેસિંહ તો બચી ગયો હતો પંરતું અન્ય બે વ્યક્તિઓ રામનરેશ શર્મા અને રામેશ્વર રામની હત્યા થઇ ગઇ હતી.
ધરપકડ બાદ રામાભિષેકે જણાવ્યું હતું કે તે ઘટના બાદ તેના પિતાએ ગામ છોડી દીધું હતું અને અલ્હાબાદના ઝુંસીમાં રહેવા લાગ્યા હતા. ત્યારબાદ રામાભિષેક દિલ્હી આવી ગયો હતો ત્યાં તેણે માસ કોમ્યુનિકેશન અને પછી એમ.બી.એનો અભ્યાસ કર્યો હતો. ત્યાંથી તે મુંબઇ ગયો હતો અને નામ બદલીને રહેતો હતો. અગાઉ રામાભિષેક કલર્સ પરથી પ્રસારિત કોમેડી નાઇટ્સ વિથ કપિલની સ્ક્રીપ્ટ લખતો હતો.ત્યારબાદ સોની માટે ધ કપિલ શર્મા શોની સ્ક્રિપ્ટ લખતો હતો.