/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-30.jpg)
મહારાષ્ટ્રમાંથી નર્મદા નદી વાટે ગુજરાતમાં ઘૂસાડાતો દારૂ આવી રીતે પહેલીવાર પકડાયો
ગુજરાત પોલીસ દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડવામાં આવી રહી છે. ત્યારે નર્મડેમના ઉપરવાસમાંથી નવી જ હકીકત સામે આવી છે. માછીમારી માટે વપરાતી બોટમાં દારૂની ખેપ મરાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. છોટાઉદેપુરના ખડલા ગામેથી ક્વાંટ પોલીસે ત્રણ બોટ સહિત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં આવેલા ખડલા ગામે નર્મદા નદીના માર્ગે બેથી ત્રણ બોટમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો. બાતમીના આધારે ક્વાંટ પોલીસે રેડ પાડી હતી અને ત્રણ બોટ સાથે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થા સાથે એકને ઝડ પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે ત્રણેય બોટ ખડલાથી નદીના માર્ગે હાંફેશ્વર ખાતે લવાઇ છે. આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્રથી નર્મદા નદીના માર્ગે આ દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો.