New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/modi-in-japan-PTI_0_0_0_0.jpg)
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ૩૦ ગેટને બંધ કર્યા પછી તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા ૧૨મી ઓગષ્ટે થવાનું હતું, પરંતુ ગુજરાતમાં અતિવૃષ્ટિ પૂરની ગંભીર સ્થિતીને કારણે ૧૨મી ઓગષ્ટનો કાર્યક્રમ મુલતવી રહ્યો હતો.
આ કાર્યક્રમ આગામી સપ્ટેમ્બરમાં યોજાય તેવી શક્યતા હોવાનું આધારભૂત સુત્રો દ્રારા જાણવા મળ્યુ છે, આગામી સપ્ટેમ્બરમાં નર્મદાડેમના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદી સાથે જાપાનના રાષ્ટ્રપતિ નર્મદાડેમની મહાઆરતી પ્રસંગે ઉપસ્થિત રહેશે, દેશના ૨૦૦૦ પુજારીઓ સાધુ સંતો પણ હાજર રહેશે તેમ જાણવા મળ્યુ છે.