Connect Gujarat
ગુજરાત

નવસારીનાં ટેટુ આર્ટિસ્ટ યુવાનની અનોખી સિધ્ધી, 57 કલાક થી પણ વધુ ટેટુ ચીતરીને રેકોર્ટ બનાવ્યો

નવસારીનાં ટેટુ આર્ટિસ્ટ યુવાનની અનોખી સિધ્ધી, 57 કલાક થી પણ વધુ ટેટુ ચીતરીને રેકોર્ટ બનાવ્યો
X

ફેશનનાં નવા યુગમાં ટેટુ ચીતરાવવું ફેશન બની ગઈ છે, પણ પેહલાનાં જમાનામાં અમુક જાતિઓમાં હાથ, પગ કે મોઢા પર છુંદણુ ચીતરાવવા માં આવતુ હતુ, જે પોતાનાં સમાજની આગવી ઓળખ હતી, પરંતુ તત્કાલીન સમયમાં છુંદણુને ટેટુ તરીકે ઓળખતા થયા અને ફેશન બનીને રેકોર્ડની દુનિયામાં કદમ રાખી દીધો છે.

નવસારી નગરનો જય સોની છેલ્લા 57 કલાકથી પણ વધારે સમય થી એક ધારો શરીર પર ટેટુ ચીતરીને ઇટાલીનો રેકોર્ડ તોડીને ગીનીસ બુકમાં નામ નોંધાવવા માટે દાવેદારી કરી છે.

નવસારીનાં જય સોની કે જે નાનપણ થી ટેટુનો ચીતરાવવાનો શોખીન હતો. જે શોખે આજે તેને કઠોર પરિશ્રમ કરીને સ્ટાર બનાવી દીધો છે. તારીખ 28 ડિસેમ્બર થી શરુ કરેલ ટેટુ પેન્ટિંગ સતત યથાવત રીતે ચાલુ રાખીને ઇટાલીનાં નામે ગીનીસ બુકમાં નોંધાયેલ રેકોર્ડ જય સોનીએ તોડી નાખ્યોનો દાવો કર્યો છે, અને ગર્વભેર હજી વધુ કલાકો ટેટુ પેન્ટિંગમાં લાગી ગયો છે.

આટ - આટલા ઉજાગરા છતા મનમાં ચોક્કસ નિર્ધાર સાથે આગળ વધી રહેલા યુવાનને પરિવાર સાથે ટેટુ જોવા આવેલા લોકોએ વધાવી લીધો હતો. 57 કલાક અને 28 મિનિટનો રેકોર્ડ તોડીને જય સોનીએ પોતાના નામે રેકોર્ડ માટે નામ નોંધાવ્યુ છે. જયની આ સિધ્ધી બદલ પરિવાર અને મિત્ર મંડળે ખુશી વ્યક્ત કરી છે.

Next Story