નવસારી: બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીનોમાં તેમની જાણ બહાર કાચી નોંધ પાડી દેવાનો કરાયો વિરોધ,અપાયું આવેદન

New Update
નવસારી: બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીનોમાં તેમની જાણ બહાર કાચી નોંધ પાડી દેવાનો કરાયો વિરોધ,અપાયું આવેદન
  • ખેડૂતોએ આક્રોશ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર
  • નવસારી પ્રાંત રજા પર ઉતરી જતા ચીટનીશને આપવું પડ્યું આવેદન
  • જાણ હોવા છતા રજા પર ઉતરી જતા ખેડૂતોમા આક્રોશ
  • જમીન સંપાદન પ્રારંભથી જ વિવાદમાં ચાલી રહ્યો છે

મોદી સરકારના મહાત્વાકાક્ષી પ્રોજેકટ બુલેટ ટ્રેન માટે નવસારી જિલ્લાના વિરોધ કરી રહેલા ગામોના ખેડૂતોની જમીનોમાં તેમની જાણ બહાર કાચી નોંધ પાડી દેવાના વિરોધમાં આજે ખેડૂતોએ આક્રોશ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જોકે નવસારી પ્રાંત રજા પર ઉતરી જતા ચીટનીશને આપવું પડ્યુ હતુ.

ભારત સરકારના મહત્વના પ્રોજેક્ટોમાંથી એક અને ગતિશીલ વિકાસને દર્શાવવા અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન પ્રોજેકટ શરૂ કરવા જઈ રહી છે. પરંતુ પ્રોજેકટ માટે જમીન સંપાદન પ્રારંભથી જ વિવાદમાં ચાલી રહ્યો છે. નવસારીના ૨૮ ગામોમાથી પાંચ ગામોમાં હજી સુધી માપણી પણ થઈ નથી. જેમા પણ જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોની જમીનોના દસ્તાવેજોમા કાચી નોંધ કરતા ખેડૂતો રોષે ભરાયા છે.

જેમા આજે જિલ્લા ખેડૂત સમાજની આગેવાનીમાં ખેડૂતો નવસારી પ્રાંત અધિકારીને જમીનમાં કાચી નોંધના વિરોધમાં આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. પરંતુ નવસારી પ્રાંત અધિકારી એન એ. રાજપૂત જાણ હોવા છતા રજા પર ઉતરી જતા ખેડૂતોમા આક્રોશ ફેલાયો હતો. જ્યારે પ્રાંતની ગેર હાજરીમાં ચીટનીશને આવેદનપત્ર આપીને સંતોષ માની લેવુ પડ્યું હતું.