નવા સેફટી ફીચર સાથે રૂપિયા 10ની નોટ નવી આવશે

New Update
RBI ગર્વનર ઉર્જિત પટેલનું આખરે રાજીનામું

આરબીઆઇ ટૂંક સમયમાં રૂપિયા 10ની નોટ બહાર પાડશે, જુના નોટોના મુકાબલે નવી નોટોમાં સિક્યુરિટી ફીચર રાખવામા આવશે, આરબીઆઇ દ્રારા ગુરુવારના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ હતુ.

જેમાં કહેવામાં આવ્યું છે કે નવી રૂ 10ની નોટ સાથે પહેલાની જૂની નોટ પણ ચાલશે, સરકાર દ્રારા ગયા વર્ષમાં 8 નવેમ્બરમાં 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી હતી, એના બદલામાં 500 અને 2000 ની નવી નોટો બહાર પાડવા આવી હતી.

આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યુ કે આ નોટ મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની હશે, આ નોટના બન્ને નંબર પેનલ પર ઇન્સેટ લેટર L હશે, નવી નોટમાં ગવર્નરની સહીં હશે અને પ્રિન્ટિંગ વર્ષ 2017 લખેલું હશે. લેફ્ટ થી રાઈટના સિરિયલ નંબર એક ક્રમ હશે.

નોટબંધી પછી 5 ડિસેમ્બરમાં આરબીઆઇ એ 50 અને 20 રૂપિયાની નવી નોટ બહાર પાડવાનું એલાન કર્યું છે. અને જુના નોટ પણ ચાલશે તેની વાત કરી હતી, બેંકની તરફ થી કહેવામાં આવ્યું છે કે 50 રૂપિયાની નવી નોટમાં બન્ને નંબર પેનલમાં ઇન્સેટ લેટર નહીં હોય, જેમાં 20 અને 50 રૂપિયાની નવી નોટોમાં બીજી તરફ પ્રિન્ટિંગ વર્ષ 2016 છાપવામાં આવશે, આમ નોટો પર RBI ગવર્નર ઊર્જિત પટેલની સહીં હશે. અને બાકી સિકયુટીરી ફીચર જુના નોટોની જેવી હશે તેની જાણકારી આપી હતી.