નવી દિલ્હી : નીતિ આયોગની બેઠક યોજાઇ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત

New Update
નવી દિલ્હી : નીતિ આયોગની બેઠક યોજાઇ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હી ખાતે યોજાયેલ નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકમાં ભાગ લીધો હતો.

દેશના ખેડૂતોની આવક બમણી કરવાના પગલાંઓ તથા કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા બેઠક દરમિયાન કરવામાં આવી હતી. આ બેઠકમાં કિસાનોની આવક બમણી કરવાના પગલાંઓ સહિત કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશનના સૂઝાવોની ચર્ચા-વિચારણા પણ હાથ ધરવામાં આવી હતી.

publive-image

નવી દિલ્હી ખાતે યોજાયેલ હાઇપાવર્ડ કમિટીની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના કન્વીનર પદની હાઇપાવર્ડ કમિટી, ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત યુ.પી., અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, હરિયાણાના મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રીનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

સમગ્ર બેઠક દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને કર્ણાટકના કુમારા સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.