New Update
/connect-gujarat/media/media_files/2025/08/09/achod-village-accident-2025-08-09-14-36-10.jpg)
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામ નજીક આમોદથી દહેજ જતા હાઇવે પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકના પાછળના ભાગે બાઈક અથડાતા 18 વર્ષીય યુવાન યાહ્યા પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પાછળ બેઠેલા મિત્ર શાલીન પટેલને નાની-મોટી ઇજાઓ થતાં તેમને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.
યાહ્યા અને શાલીન બંને આમોદની હોટલમાંથી જમવાનું પાર્સલ લઈ પોતાના ગામ આછોદ પરત ફરી રહ્યા હતા ત્યારે આછોદ ગામ નજીક પેટ્રોલ પંપ પાસે આ દુર્ઘટના બની હતી.બનાવની જાણ થતાં આમોદ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને કબજે લઇ પીએમ માટે ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories