Connect Gujarat
દેશ

નોટબંધીના 30 દિવસ કેશલેસ વ્યવહાર અને બેંકોમાં કતાર

નોટબંધીના 30 દિવસ કેશલેસ વ્યવહાર અને બેંકોમાં કતાર
X

કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 8 નવેમ્બરની રાત્રે ભારતીય ચલણમાંથી રૂપિયા 500 અને 1000ની ચલણને બંધ કર્યાને 30 દિવસનો સમય વીતી ગયો છે.

સરકાર દ્વારા કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવા તરફ પ્રયાસો કરવામાં આવી રહયા છે. રોકડ માટે પણ હજી લોકો એ બેંકોની લાઈનમાં કતારો લગાવીને ઉભા રહે છે.

દેશ માંથી કાળુ નાણું બહાર લાવવાના અને દેશની આર્થિક સ્થિતિને સધ્ધર કરવાના કેન્દ્રની મોદી સરકારના પ્રયાસોને બિરદાવવામાં આવી રહ્યા છે, જયારે રાજકીય ક્ષેત્રે તેનો વિરોધ પણ થઇ રહ્યો છે.

ડિજીટલ ઇન્ડિયા તરફ આગળ વધવાના પ્રથમ કદમમાં સરકાર દ્વારા ઓનલાઇન ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવામાં આવી રહયુ છે અને લોકોએ પણ તેનો સહજ રીતે સ્વીકાર કરીને તેનો અમલ પણ શરુ કર્યો છે.

બેંકો દ્વારા પણ મોબાઈલ એપ થકી ગ્રાહકોના મોબાઈલ ફોન પરજ બેંક સુવિધા આપવામાં આવી રહી છે. ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતી એપ કે જે મોબાઈલ બિલ, લાઈટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ, મુવી ટિકિટ, એરલાઇન ,રેલવે સહિત ક્ષેત્રે બુકીંગ અને પેમેન્ટ આપતી એપનો પણ દબદબો જોવા મળી રહ્યો છે.

આજે 8 ડિસેમ્બર એટલે કે ભારતીય ચલણ માંથી રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો રદબાતલ થયાને એક મહિનો થઇ ગયો છે. ભલે ઓનલાઇન બેન્કિંગ વ્યવહારને લોકો સ્વીકારી રહ્યા છે અને અપનાવીને સરકારને સાથ પણ આપી રહ્યા છે, જોકે હાથ ખર્ચી ના તેમજ ઘર ખર્ચ માટેના રોકડા રૂપિયા મેળવવા માટે સ્થતિ હજી પણ એવીને એવીજ હોવાનું જાણવા મળે છે. બેંકોમાંથી પુરતી કેશ નથી મળતી તો ATM પણ શોભામય બની ગયા છે કારણ કે ATM મશીનો બંધજ હોવાના પાટીયા લટકી રહ્યા છે.

કેન્દ્ર સરકારના પ્રયાસો કદાચ દેશ હિત માં આવકાર દાયક હશે પરંતુ લોકોને પડી રહેલી હાલાકી ઓછી થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે તેવી લાગણી પણ લોકો વ્યક્ત કરી રહયા છે.

Next Story